ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવા માટે ખાઓ રીંગણ, બીમારીઓ થશે છૂમંતર

નવી દિલ્હી, તા. 22 જૂન 2021, મંગળવાર 

કેટલાય લોકો રીંગણ જોઇને જ મોંઢા બગાડે છે. ત્યારે કેટલાય લોકોને રીંગણ ખૂબ જ ફેવરિટ હોય છે. રીંગણ એક એવી શાકભાજી છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે. રીંગણને માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ આ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રીંગણમાં એવા કેટલાય પોષક તત્ત્વ હોય છે જે બીજી કોઇ શાકભાજીમાં સરળતાથી નથી મળતા. રીંગણને કેટલીય રીતે ખાઇ શકાય છે જેમાં બટાકા-રીંગણની શાકભાજી, રીંગણ ફ્રાઇ, રીંગણ પકોડા, ભરથું પણ સામેલ છે. રીંગણમાં વિટામિન, ફેનોલિક્સ અને એન્ટી-ઑક્સીડેન્ટ જેવા ગુણ મળી આવે છે જે શરીરને કેટલીય સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરી શકે છે. આટલું જ નહીં રીંગણ ખાવાથી કેટલાય પ્રકારની બીમારીથી પણ દૂર રહી શકાય છે. જાણો, રીંગણ ખાવાના ફાયદાઓ વિશે...

રીંગણ ખાવાના ફાયદા :-

ઈમ્યૂનિટી મજબૂત બનાવે છે

રીંગણ ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. રીંગણમાં રહેલ વિટામિન સી ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રીંગણને ડાયેટમાં સામેલ કરવાથી તમે કેટલાય પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી દૂર રહી શકો છો. 

હાર્ટને સ્વસ્થ રાખે છે

રીંગણનાં સેવનથી હાર્ટને હેલ્ધી રાખી શકાય છે.. રીંગણ શરીરામાં બેડ કોલેસ્ટ્રોલનાં લેવલને ઘટાડે છે જેનાથી હાર્ટ સ્વસ્થ રહે છે. આ ઉપરાંત રીંગણ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહે છે. 

કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે

રીંગણ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડી શકાય છે. રીંગણમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વધુ પ્રમાણમાં હોય છે.. આ કારણથી કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરી શકાય છે. 

શરીરને મળે છે એનર્જી

રીંગણને એનર્જીનો એક સારો સોર્સ માનવામાં આવે છે. જો તમને શરીરમાં એનર્જીની અછત વર્તાતી હોય તો તમે રીંગણનું સેવન કરી શકો છો. રીંગણનું સેવન કરવાથી એનર્જીને બૂસ્ટ કરી શકાય છે.. આ સાથે જ રીંગણ ખાવાથી દિવસભરનો થાક પણ દૂર થાય છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j0HvLU
via IFTTT

Post a Comment

0 Comments

Close Menu